Psalms 64

1હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો;
શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
2ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી,
અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.

3તેઓએ તરવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે;

તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
4કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે;
અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.

5તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે;

તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે;
તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
6તેઓ પાપમય યોજનાઓ શોધે છે;
તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.”
માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.

7પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે;

તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
8એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે;
જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
9દરેક લોકો બીશે
અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે.
તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.

ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે;

હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
10

Copyright information for GujULB